ઉત્તરાખંડમાં બે દિવસમાં બીજી વાદળ ફાટવાની ઘટના, 7 લોકો ગુમ

ઉત્તરાખંડમાં બે દિવસમાં બીજી વાદળ ફાટવાની ઘટના, 7 લોકો ગુમ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 17 સપ્ટેમ્બરની રાતે વાદળ ફાટવા ની ઘટના સામે આવી છે.આ ઘટનામાં કુંત્રી લંગાફલી વોર્ડના છ ઘર કાટમાળમાં દટાયા હતા તથા સાત લોકો ગુમ થયા છે.

અગાઉ 16 સપ્ટેમ્બરના રોજ દહેરાદુન માં વાદળ ફાટવાના કારણે દહેરાદુન થી મસૂરી માં 35 કિલોમીટર ના રોડ માં ઘણી જગ્યા પર નુકસાન થયું હતું. પરિણામે સતત ત્રણ દિવસથી 2500 જેટલા મુસાફરો મસૂરીમાં ફસાયા છે. હવામાન વિભાગ દ્વારા હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડને આગામી 48 કલાક માટે હાઈ-એલર્ટ પર રાખ્યા છે.