આકાશમાંથી આગ વરસી રહી છે : અકોલામાં 46.9 ડીગ્રી તાપમાન

દેશના 16 શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 45 ડીગ્રીને પાર

આકાશમાંથી આગ વરસી રહી છે : અકોલામાં 46.9 ડીગ્રી તાપમાન

(એજન્સી)     નવી દિલ્હી તા.17:
દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આગામી ત્રણ દિવસ હીટવેવની સંભાવના છે. પમિ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં પણ આવી જ સ્થિતિ રહેશે. અહીંયા માત્ર દિવસ જ નહીં રાત પણ ગરમ રહેશે. ગઈકાલે વિદર્ભના અકોલામાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આ યાદીમાં ગુજરાતના એક શહેરનો પણ સમાવેશ થયો હતો. આખું ભારત જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય એવી હાલત છે. આ વખતે તો મહારાષ્ટ્રે ગરમીના મામલે  ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને  પણ પાછળ છોડી દીધા છે.
દેશના સૌથી ગરમ શહેરોમાં અકોલા: 46.9ડીગ્રી, અમરાવતી: 46.8ડીગ્રી, બાંદા: 46.6ડીગ્રી, વર્ધા: 46.6ડીગ્રી, બાડમેર: 46.4ડીગ્રી, જેસલમેર: 46.0ડીગ્રી, યવતમાળ: 46.0ડીગ્રી, પ્રયાગરાજ: 45.7ડીગ્રી, નાગપુર: 45.4ડીગ્રી, અદિલાબાદ: 45.3ડીગ્રી, નંદુરબાર: 45.2ડીગ્રી, કોટા: 45.2ડીગ્રી, ચિત્તોડગઢ: 45.2ડીગ્રી, કંડલા: 45.2ડીગ્રી, ખજૂરાહો: 45.0ડીગ્રી, ચંદ્રપુર: 45.0ડીગ્રીનો સમાવેશ થાય છે..