ભાગવતે અમેરીકા પર નિશાન સાધ્યું 

ભાગવતે અમેરીકા પર નિશાન સાધ્યું 
THE HINDU

(એજન્સી)       નાગપુર તા.૧૩
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહ્યું કે તે (અમેરિકા) લોકો ડરી ગયા છે કે જો ભારત મજબૂત બની જશે તો તેમનું શું થશે, તેથી જ ટેરિફ લાદવામાં આવી રહ્યા છે. મોહન ભાગવતે કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું કે આવા પગલાં તે લોકો દ્વારા લેવામાં આવે છે જેઓ હંમેશા ચર્ચામાં રહેવા માંગે છે. ભાગવતે નાગપુરમાં બ્રહ્માકુમારી વિશ્વ શાંતિ સરોવરના ૭મા સ્થાપના દિવસ પર આ વાત કહી. ખરેખરમાં, ટ્રમ્પે ૩૦ જુલાઈના રોજ ભારત પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. આ ૭ ઓગસ્ટથી લાગુ થયો હતો. તેમજ, રશિયન ઓઈલ ખરીદવાને કારણે ભારત પર વધારાનો ૨૫ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો, જે ૨૭ ઓગસ્ટથી લાગુ થયો હતો. ટ્રમ્પે કહ્યું કે ભારત રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદી રહ્યું છે અને તેને ખુલ્લા બજારમાં વેચી રહ્યું છે. તેનાથી પુતિનને યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવામાં મદદ મળી રહી છે.