નિયમીત અને આગોતરા જામીન અરજીનો હાઈકોર્ટ બે મહિનામાં નિકાલ કરે : સુપ્રિમ કોર્ટનો આદેશ

અરજીઓના નિકાલમાં વિલંબ, ન્યાયના ઈન્કાર સમાન

નિયમીત અને આગોતરા જામીન અરજીનો હાઈકોર્ટ બે મહિનામાં નિકાલ કરે : સુપ્રિમ કોર્ટનો આદેશ
ISTOKE

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૩: 
નિયમિત અને આગોતરા જામીન અરજીના નિકાલમાં લાંબો વિલંબ એ ન્યાયને નકારવા જેવો છે તેમ ઠરાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આવી અરજીઓનો નિકાલ કેસ ફાઇલ થયાના બે મહિનામાં જ કરી દેવાનો તમામ હાઇકોટ્ર્સને આદેશ આપ્યો છે.
આ મામલે અનેક દિશાનિર્દેશો જારી કરતાં જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે અરજદારો  હેઠળ હોય ત્યારે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને લગતી અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ ન 
રાખી શકાય. સુપ્રીમે ઉમેર્યું હતું કે નિયમિત અને આગોતરા જામીન અરજીઓ પરનો ર્નિણય યોગ્યતાના આધારે ઝડપથી થવો જોઈએ. તેનાથી પક્ષકારો અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ સ્થિતિમાં ધકેલી દેવાય તેવું ન થવું જોઇએ.   આવી અરજીઓના લાંબા વિલંબને 
કારણે ક્રિમિનલ પ્રોસીજર 
કોડના હેતુને અસર થાય છે, 
એટલું જ નહિ પરંતુ તે ન્યાયને પણ નકારે છે. જે આટિર્કલ્સ ૧૪ અને ૨૧માં પ્રતિબિંબિત બંધારણીય નૈતિકતાની વિપરીત છે તેમ બેન્ચે ઉમેર્યું છે. ‘હાઇકોર્ટોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે નિયમિત અને આગોતરા જામીન માટેની અરજીઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળ કે સાથી કોર્ટોમાં હોય તો તેનો નિકાલ ઝડપથી લાવવો જોઇએ. આવા કેસોનો નિકાલ બે મહિનામાં થવો જોઇએ.