શાહરૂખ ખાનની ટીમ KKR માંથી બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફીઝુરને મુક્ત કરવાનો બીસીસીઆઈનો આદેશ

શાહરૂખ ખાનની ટીમ KKR માંથી બાંગ્લાદેશના ક્રિકેટર મુસ્તફીઝુરને મુક્ત કરવાનો બીસીસીઆઈનો આદેશ

(એજન્સી)               મુંબઈ તા.૩ 
BCCI શાહરુખ ખાનની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસાને કારણે તેમને હટાવવાની માગ ઊઠી રહી હતી.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં જે ઘટનાક્રમ સામે આવ્યા છે, એને જોતાં BCCIએ IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ ને તેના એક ખેલાડી બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે, સાથે જ BCCIએ એ પણ કહ્યું છે કે જો ફ્રેન્ચાઇઝી કોઈ રિપ્લેસમેન્ટ ખેલાડીની માગ કરે છે, તો તેને તેની મંજૂરી આપવામાં આવશે.
બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થઈ રહેલી હિંસા વચ્ચે રહેમાનના IPL રમવાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાં છેલ્લા ૧૪ દિવસમાં ૩ હિંદુની હત્યા કરવામાં આવી છે. ૈંઁન્ ૨૦૨૬ની શરૂઆત ૨૬ માર્ચથી થશે, જ્યારે લીગનો ફાઇનલ મેચ ૩૧ મેના રોજ રમાશે.