શાહરૂખ ખાનની જીપ કાપી લાવો, રૂા.૧ લાખ ઈનામ મેળવો

અખીલ ભારતીય હિન્દુ મહાસભા-આગ્રા જીલ્લા પ્રમુખ મીરા રાઠોડનું વિવાદાસ્પદ નિવેદન

શાહરૂખ ખાનની જીપ કાપી લાવો, રૂા.૧ લાખ ઈનામ મેળવો

(એજન્સી)            આગ્રા તા.૩:
IPL ૨૦૨૬ માટે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ટીમમાં બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનનો સમાવેશ કરવા બદલ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન હિન્દુ સંગઠનો, ધામિર્ક નેતાઓ અને રાજકારણીઓની ટીકાનો ભોગ બન્યા છે. આ સંદર્ભમાં, અખિલ ભારતીય હિન્દુ મહાસભા, આગ્રાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. અહેવાલો અનુસાર, મીરા રાઠોડે કહ્યું, બાંગ્લાદેશમાં અમારા હિન્દુ ભાઈઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે, અને આ માણસ તેમને (બાંગ્લાદેશી ખેલાડીઓ) ખરીદી રહ્યો છે. જો અમારા ભાઈઓ સાથે આવું જ થતું રહેશે, તો અમે કોઈને પણ છોડીશું નહીં. અમારા ભાઈઓ સાથે જે થઈ રહ્યું છે તે અન્યાય છે. જે કોઈ પણ શાહરૂખ ખાનની જીભ કાપી લાવશે તેને અમે એક લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપીશું. 
એ નોંધવું જોઈએ કે અખિલ ભારતીય હિન્દુ મહાસભા, આગ્રાના જિલ્લા પ્રમુખ મીરા રાઠોડ પહેલા, ધામિર્ક નેતાઓ દેવકીનંદન ઠાકુર અને જગદગુરુ રામભદ્રાચાર્યએ પણ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી.