યુપીઆઈથી હવે દરરોજ રૂા.૧૦ લાખ સુધીની ચુકવણી કરી શકાશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૫
UPI યુઝર્સ આજથી એટલે કે ૧૫ સપ્ટેમ્બરથી એક દિવસમાં ૧૦ લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) ચુકવણીની ઘણી કેટેગરીઓમાં દૈનિક લિમિટ ૨ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરી છે.
આ ર્નિણયથી, વીમા, રોકાણ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જેવા મોટા વ્યવહારો પણ UPI દ્વારા કરી શકાશે. આજથી UPI પેમેન્ટ મર્યાદામાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે.
તમામ પ્રકારના UPI પેમેન્ટ માટેની લિમિટમાં વધારો કરવામાં આવ્યો નથી. આ ફેરફાર ફક્ત ચોક્કસ કેટેગરીઓમાં પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) વ્યવહારો માટે કરવામાં આવ્યો છે. પર્સન-ટુ- પર્સન (P2P) વ્યવહારો માટેની લિમિટ પહેલાની જેમ ૧ લાખ રૂપિયા રહેશે.
ઁ૨સ્ એટલે ‘પર્સન-ટુ-મર્ચેન્ટ‘, જેમાં વ્યક્તિ દુકાન, સવિર્સ પ્રોવાઈડર અથવા કોઈપણ વેપારીને સીધી ચુકવણી કરે છે. આ સામાન્ય રીતે ઊઇ કોડ સ્કેન કરીને અથવા વેપારીનાQR CODE પર ચુકવણી કરીને કરવામાં આવે છે.


