લોકસભામાં નિવૃત આર્મી ચીફ નરવણેના પુસ્તક અંગે ભારે વિવાદ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી : રાહુલ ગાંધીની પણ પુછપરછ થઈ શકે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૦ :
ભારતીય સેનાના પુર્વ વડા જનરલ મનોજ એન.નરવણેના પુસ્તક ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની મુદે સંસદમાં સર્જાયેલા વિવાદમાં હવે પોલીસે પુસ્તકના પ્રકાશન અંગે જે એફઆઈઆર નોંધી છે તેમાં નવો રસપ્રદ વળાંક આવ્યો છે. જનરલ નરવણેના પુસ્તકને પ્રકાશિત કરવા સંરક્ષણ મંત્રાલયે મંજુરી આપી નથી અને તેની વેચાણ કે પુસ્તક ઉપલબ્ધ હોય તે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
તે વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં આ પુસ્તકની હાર્ડ કોપી દર્શાવીને સૌને ચોકાવી દીધા હતા. સરકારે હવે જેને પ્રકાશનની મંજુરી અપાઈ નથી તેવા પુસ્તક કઈ રીતે ઉપલબ્ધ બન્યુ તે અંગે તપાસના આદેશ આપતા આ અંગે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી તપાસના આદેશ આપ્યા છે. જેમાં આગામી દિવસમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પણ પુછપરછ થઈ શકશે.


