પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરના મુળ નિવાસી શબાના મહેમુદના બ્રિટનના પ્રથમ મુસ્લીમ વડાપ્રધાન બનવાની મહત્તમ શકયતા
બ્રિટનના રાજકારણમાં ભારે હલચલ : પ્રથમવાર મુસ્લીમ મહિલા વડાપ્રધાન બને તેવા સંજાેગો
(એજન્સી) લંડન, તા.૧૦
બ્રિટનના રાજકીય તખ્તા પર અત્યારે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સના વિસ્ફોટક ખુલાસા અને કીર સ્ટારમર સરકારમાં મચેલી અંધાધૂંધી વચ્ચે શબાના મહમૂદનું નામ વડાપ્રધાન પદ માટે મોખરે છે. ઇમિગ્રન્ટ્સની પુત્રી હોવા છતાં ઘૂસણખોરી સામે કઠોર વલણ રાખતી આ મહિલા નેતા શું બ્રિટનની કિસ્મત બદલશે ?
વડાપ્રધાનપદની રેસમાં અત્યારે સૌથી ચચિર્ત નામ શબાના મહમૂદનું છે. તેઓ હાલમાં બ્રિટનના ગૃહ સચિવ છે. જો શબાના વડા પ્રધાન બનશે, તો તેઓ બ્રિટનના ઈતિહાસના પ્રથમ મુસ્લિમ વડા પ્રધાન બનીને ઈતિહાસ રચશે. મૂળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના (ર્ઁંદ્ભ) મીરપુરના રહેવાસી એવા શબાના માર્ગારેટ થેચર અને બેનઝીર ભુટ્ટોને પોતાના આદર્શ માને છે.
યુનાઇટેડ કિંગડમ અત્યારે ભીષણ રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. એપ્સટિન ફાઇલ્સમાં થયેલા વિસ્ફોટક ખુલાસાઓના કારણે ઋષિ સુનક બાદ સત્તા પર આવેલી કીર સ્ટારમર સરકારના પાયા હચમચાવી દીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાનો જોયા બાદ, બ્રિટન હવે છઠ્ઠા વડા પ્રધાનના સ્વાગત માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. સ્ટારમરના નજીકના સાથીઓના રાજીનામાનો દોર વડાપ્રધાન કીર સ્ટારમર પર રાજીનામું આપવાનું દબાણ સતત વધી રહ્યું છે. સોમવારે
વડા પ્રધાનના કમ્યુનિકેશન ડિરેક્ટર ટિમ એલને રાજીનામું આપ્યું હતું, જેની પહેલા ૮ ફેબ્રુઆરીએ ચીફ ઓફ સ્ટાફ મોર્ગન મેકસ્વીનીએ પણ પદ છોડ્યું હતું.


