જૂનાગઢ જિલ્લામાં નકલી દુધનાં વેપલા સામે કડક કાર્યવાહી કરો : કોંગ્રેસ
ડુપ્લીકેટ દુધ બનાવતા માફીયાઓ સામે પગલા ભરવા માંગણી સાથે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમીત પટેલ, મહામંત્રી વી.ટી. સીડા, જાેઈન્ટ સેક્રેટરી મહેશભાઈ બારડ, મેંદરડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જાેલીતભાઈ બુસા દ્વારા જૂનાગઢ જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર આપી અને જિલ્લામાં બેફામ રીતે નકલી દુધનો વેપાર થઈ રહયો છે. ત્યારે તે સામે કાર્યવાહી કરી ડુપ્લીકેટ દુધ બનાવનારાઓ સામે કડક પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે. આ પત્રમાં વધુમાં રજુઆત કરતા જણાવેલ છે કે, જુનાગઢ જીલ્લામાં દુધાળા પશુઓની સંખ્યાની સામે દુધના ઉત્પાદન કરતા ૫૦ ગણુ દુધ માર્કીટ બજારમાં વેંચાઈ રહ્યું છે. અને તે દુધને નિર્દોષ લોકો ફુલ સમાન બાળકોને પિવડાવી રહ્યાં છે. અને લોકો પણ બિંદાસ્ત આરોગી રહ્યાં છે. તેટલું જ નહી તે દુધમાંથી બનતી પનીર વિગેરે જેવી મિઠાઈઓ પણ લોકો આરોગી રહ્યાં છે. લોકોને ક્યાં ખબર છે. જે દુધ અને દુધ માંથી બનતી વાનગીઓ આરોગ્ય માટે ફાયદા કારક છે. કે નુકશાન કારક તેનાથી લોકો અજાણ છે. ત્યારે જુનાગઢ જીલ્લામાં અમૂક સ્થળોએ દુધ માફીયાઓ બેફામ ડુપ્લીકેટ કેમિકલ વાળુ દુધ બનાવીને માર્કેટમાં વેચી રહ્યાં છે. આવા ઝેર સમાન દુધનો વેપલો કરતા ડુપ્લીકેટ દુધ બનાવનાર દુધ માફીયાઓ સામે જીલ્લા મેજીસ્ટ્રેટ લેવલથી લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તે માનવ હિતમાં ખુબ જરૂરી છે.
જુનાગઢ જીલ્લામાંથી ડુપ્લીકેટ દુધ બનાવતા માફીયાઓને ઝડપી લેવા તે કોઈ મોટી વાત નથી. પરંતુ જીલ્લાનું ફુડ એન્ડ ડ્રગ વિભાગ આવા ગંભીર પ્રશ્ને સદંતર નિષ્ફળ અને નિષ્ક્રીય છે. તેમના તરફથી લોકોના આરોગ્યના હિતમાં જવાબદારો સામે કોઈ જ ઠોસ કાર્યવાહી કરાતી નથી. તો આ ઝેર સમાન ડુપ્લીકેટ અને કેમિકલથી બનતું દુધ બિંદાસ્ત રીતે દુધ માફીયાઓ વેંચી રહ્યાં છે, અને લોકોને ઝેર પિવડાવી રહ્યાં છે. ત્યારે ડુપ્લીકેટ દુધ માફીયાઓને ઝડપવા ગ્રામ્ય વિસ્તારમાં જઈને પાયાથી ઉંડાણ પુર્વક કાર્યવાહી કરવી જાેઈએ. તો જ ખરા અર્થમાં ડુપ્લીકેટ દુધના કારોબાર પર અંકુશ લાવી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં દુધની નાની, નાની ડેરીઓ આવેલી છે. તે ડેરીઓમાં દુધાળા પશુ ધરાવતા ગ્રાહકો દુધ લઈને જે તે દુધની ડેરીમાં આવતા હોય તેનું રજીસ્ટર નિભાવવામાં આવતું હોય છે. તે રજીસ્ટરની ખરાઈ કરીને જે તે ગ્રાહકોના ઘર અને ખેતીવાડીમાં તપાસ કરવી જાેઈએ. કે ગ્રાહક જ્યારે ડેરીમાં દુધ ઉ લઈને આવે છે. તે દુધના પ્રમાણમાં તેમની પાસે દુધાળા પશુઓ છે. કે કેમ? જાે તેમની પાસે દુધાળા પશુ ન હોય તો તે નાગાહક ઉત્પાદન કરતા વધારે દૂધ કયાંથી લાવે છે. તે તપાસ કરવી ખુબ જરૂરી છે. તેટલું જ નહી તે દૂધ જે ડેરીમાં જમા કરાવે - છે. અને ત્યારબાદ તે નાની ડેરી વાળા નજીકની મોટી ડેરીમાં જ્યાં સપ્લાય કરે છે. તે પણ ગ્રાહકોએ આપેલ દૂધ કરતા વધારે સપ્લાય કરતા હોય છે. ત્યારબાદ મોટી ડેરીમાં ટોટલ દુધ જે આવ્યું ત્યાં સુધી તપાસ કરવામાં આવે તો આપોઆપ દુધ માફીયાઓ તાત્કાલીક એક દિવસમાં જ ખુલ્લા થઈ જશે. આ રીતે પાયાના સ્તરેથી દુધની તપાસ કરવામાં આવે તો ડુપ્લીકેટ દુધ માફીયાઓની શાન ઠેકાણે આવશે તેમ અંતમાં જણાવેલ છે.


