ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુરસિંહ વાળા સન્માનિત થયા
મેંદરડા તા.૭
ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૬ માં મેંદરડા તાલુકાના શિક્ષક બહાદુરસિંહ વાળા ની પસંદગી થતા તેમને સન્માનિત કરવામાં આવ્યા. શ્રી બહાદુરસિંહ વાળા દ્વારા સ્વરચીત બાળ કાવ્યોનું એનિમેશન જે youtube પર અપલોડ કરીને રાજ્યના આશરે ૧,૨૫,૦૦૦ જેટલા બાળકોને મૂલ્ય શિક્ષણ અને ભાષા શિક્ષણની કામગીરી, બાયસેગ ખાતે થી આપવામાં આવેલ પાઠ, રાજ્યકક્ષાના ઇનોવેશન ફેરમાં કરેલ ભાગીદારી, રાજ્યકક્ષાના બેસ્ટ ચાઈલ્ડ સેન્ટ્રિક ટીચિંગ ર્લનિંગ મટીરીયલ, વિવિધ શિક્ષણના મેગેઝિનોમાં લેખ, વેકેશન દરમ્યાન વાંચન લેખન ગણન ની કામગીરી, કોરોના કાળ દરમ્યાન ટીમ્સ ટીચિંગ કામગીરી, વિવિધ શિક્ષક તાલીમોમાં રિસોર્સ પર્સન અને કી રિસોર્સ પર્સન તરીકે કરેલી કામગીરી, રાષ્ટ્રીય કામગીરી જેમ કે ચૂંટણી અને વસ્તી ગણતરીમાં માસ્ટર ટ્રેનર તરીકે કરેલી કામગીરી સહિતની અનેક વિશેષ કામગીરીને ધ્યાનમાં લઇ તેમને રાજ્યકક્ષાનો આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


