માધવપુરના આંબેડકર નગરમા જર્જરિત બનેલા વીજપોલને સ્થાનિક વીજ તંત્રના નાયબ ઇજનેર દ્વારા યુદ્ધના ધોરણે દૂર કરાવવામા આવતા રહીશોમાં રાહત

માધવપુરના આંબેડકર નગરમા જર્જરિત બનેલા વીજપોલને સ્થાનિક વીજ તંત્રના નાયબ ઇજનેર દ્વારા યુદ્ધના ધોરણે દૂર કરાવવામા આવતા રહીશોમાં રાહત

(પ્રતિનિધિ દ્વારા)
માધવપુર ઘેડ, તા.25
પોરબંદર તાલુકાના આવેલ માધવપુર ગામે આવેલા આંબેડકર નગરમાં અહીંના અનુચૂસિત જાતિના અગ્રણી અને સામાજીક કાર્યકર શાંતિલાલ મેવાડા ના મકાનની બાજુમાં આજથી અંદાજે બે ત્રણ વરસ પહેલા જર્જરિત બની ગયેલા વીજપોલની જગ્યાએ નવો વીજપોલ ઊભો કરવામાં આવ્યો હતો પરંતુ તે વખતે કદાચ આ જર્જરિત બની ગયેલા અને બિન ઉપયોગી આ જર્જરિત વીજપોલને જે તે વખતે માધવપુર સ્થાનિક પી.જી.વી.સી. એલ. વિજ કંપનીના જવાબદાર સત્તાવાળાઓ ભૂલી ગયા હોવાથી છેલ્લા બે ત્રણ વર્ષથી આ જર્જરિત વીજપોલ મોતના માચડાની જેમ મોત બનીને લટકી રહ્યો હતો જેથી આ જાેખમી જર્જરિત વીજપોલ ગમે ત્યારે નીચે ધસી પડવાનો આજુબાજુના રહીશોને સતત ભય સતાવી રહ્યો હતો આ વાતની જાણ માધવપુરના સામાજીક કાર્યકર શાંતિલાલ મેવાડાને કરવામાં આવતા આ જર્જરિત વીજપોલને આ જગ્યા ઉપરથી યુદ્ધના ધોરણે દૂર હટાવવા માટે માધવપુર ગામે આવેલી સ્થાનિક પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેર કોડીયાતર ને એકાદ મહિના પહેલા રજૂઆત કરવામાં આવેલી હતી અને આ બાબતે વારંવાર યાદ અપાવવામાં આવેલ તેમછતાં આ વીજપોલને દૂર કરવામાં આવેલ ન હતો જેથી આ અંગેનો વિસ્તારથી અહેવાલ તાજેતરમાં સાંધ્ય દૈનિક અખબાર સૌરાષ્ટ્ર ભૂમિમાં પ્રસિદ્ધ થતાની સાથેજ માધવપુર પીજીવીસીએલ ના નાયબ ઇજનેર કોડીયાતરની ચૂસનાથી પળવારનો વિલંબ કર્યા વિના આ સ્થળેથી આ જર્જરિત બની ગયેલા વીજપોલને દૂર કરવામાં આવતા આંબેડકર નગરના રહીશોએ રાહત નો દમ લીધો છે.