અમેરીકાના વિદેશમંત્રી રૂબિયોએ ભારતને ચેતવણી આપી - ઈરાન સાથે વેપાર કરશો તો અમેરીકા પ્રતિબંધ લાદશે

અમેરીકાના વિદેશમંત્રી રૂબિયોએ ભારતને ચેતવણી આપી - ઈરાન સાથે વેપાર કરશો તો અમેરીકા પ્રતિબંધ લાદશે

(એજન્સી)        નવી દિલ્હી તા.૭
અમેરિકાનાં વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈરાન સાથે આર્થિક કે વેપારી સંબંધો ધરાવતાં દેશોને સીધી ચેતવણી આપી છે. રૂબિયોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જે દેશો ઈરાનને અમેરિકી પ્રતિબંધોથી બચવામાં અથવા ઈરાન માટે કમાણીના નવા રસ્તા ખોલવામાં મદદ કરશે, અમેરિકા તે તમામ દેશો પર કડક પ્રતિબંધો લાદવામાં જરાય પણ વિચારશે નહીં.
આ વિવાદ બિશ્કેકમાં યોજાયેલી ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન‘ (SCO) સમિટ બાદ શરૂ થયો છે, જ્યાં ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશકિયાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ વડાપ્રધાન મોદીએ ભારત-ઈરાન વચ્ચે જૂની મિત્રતા મજબૂત કરવાની અને બંને દેશો વચ્ચેનો વેપાર વિસ્તારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જ્યારે માર્કો રૂબિયોને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કડક વલણ અપનાવતાં તમામ દેશોને ઈરાનને આર્થિક મદદ ન કરવા માટે ચેતવણી આપી દીધી હતી. રૂબિયોએ આક્ષેપ કર્યો હતો કે ઈરાન આ વેપારી કમાણીનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા અને પરમાણું હથિયારો બનાવવા માટે કરે છે.