સાવધાન ! બેંકમાં નિયત મર્યાદા કરતા વધુ રકમ જમા કરાવશો તો ઈન્કમટેકસ વિભાગની નોટીસ આવશે !
(એજન્સી) નવી દિલ્હી તા.૭
બેંકમાં રોકડ જમા કરવી એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ શું તમે જાણો છો કે એક મર્યાદાથી વધુ રોકડ જમા કરવા પર બેંક તેની જાણકારી સીધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપે છે? સરકાર અને આવકવેરા વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય મોટા રોકડ વ્યવહારો પર નજર રાખવી, અઘોષિત આવક, ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગ જેવી ગતિવિધિઓ પર અંકુશ લગાવવાનો છે.
જે લોકો બેન્ક ખાતામાં વારંવાર મોટી રોકડ રકમ જમા કરો છે, તેમને બેંક અને ટેક્સ નિયમોની સાચી જાણકારી હોવી અત્યંત જરૂરી છે.
હાલનાં આવકવેરા નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષ દરમિયાન તેના એક અથવા એકથી વધુ બચત ખાતાઓમાં કુલ મળીને ૧૦ લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ જમા કરે છે, તો બેંકોએ તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી જરૂરી છે. એ પણ યાદ રાખો કે આ મર્યાદા કોઈ એક વ્યવહાર પર નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલા તમામ રોકડ જમાના કુલ સરવાળા પર લાગુ પડે છે.


