યાત્રીગણ કૃપયા ધ્યાન દે... રેલયાત્રા આજથી મોંઘી
(એજન્સી) નવી દિલ્હી તા.૨૬
ટ્રેન મુસાફરો માટે મોટા સમાચાર. જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો હવે તમારે વધુ ખર્ચ કરવો પડશે. રેલ્વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા ભાડા આજથી અમલમાં આવશે. ભાડામાં વધારો અગાઉ ૨૧ ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યો હતો
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, નવી સિસ્ટમ હેઠળ, જનરલ ક્લાસમાં ૨૧૫ કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, ૨૧૬ કિલોમીટરથી વધુની મુસાફરી માટે ભાડામાં વધારો થશે. જનરલ ક્લાસમાં પ્રતિ કિલોમીટર ૧ પૈસા અને મેલ/એક્સપ્રેસ ટ્રેનોના નોન-એસી અને તમામ એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર ૨ પૈસા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.


