ટ્રમ્પનું વધુ એક ગતકડુ-હોર્મુઝને સ્ટ્રેટ ઓફ ટ્રમ્પ નામ આપી દીધું
(એજન્સી) વોશિંગ્ટન, તા.૩
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર ભારે હલચલ મચી ગઈ છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને ‘ટ્રમ્પ સ્ટ્રેટ‘ કરવાની અજીબોગરીબ જાહેરાત કરી છે. ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
તેમણે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને નવો યુએસ ટેરિટરી ગણાવતા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ અગાઉ પણ તેઓ મેક્સિકોની ખાડી અને ઓન્ટારિયો લેકનું નામ બદલીને પોતાની નીતિઓથી બધાને ચોંકાવી ચૂક્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હોર્મુજ હવે અમેરિકાના નિયંત્રણમાં છે, તેથી તેનું નામ બદલીને ‘ટ્રમ્પ સ્ટ્રેટ‘ રાખવું જોઈએ. આ નિવેદનને કારણે વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો આવી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ભારે ચર્ચા થઈ રહી છે.


