અદાણી ડિફેન્સ અને ઈન્ડો-રશિયન રાઇફલ્સ વચ્ચે AK-203 માટે પાંચ વર્ષના દારૂગોળા સપ્લાય કરાર

અદાણી ડિફેન્સ અને ઈન્ડો-રશિયન રાઇફલ્સ વચ્ચે AK-203 માટે પાંચ વર્ષના દારૂગોળા સપ્લાય કરાર

નવી દિલ્હી તા.૭
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે AK-203 એસોલ્ટ રાઇફલ માટે સ્વદેશી 7.62x39 mm સ્મોલ-કેલિબર દારૂગોળો પૂરો પાડવા માટે ઈન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે.
IRRPL દ્વારા ઉત્તર પ્રદેશના અમેઠીના કોરવા ખાતે રાઇફલનું ઉત્પાદન અને અદાણી ડિફેન્સ દ્વારા કાનપુર ખાતેના અત્યાધુનિક પ્લાન્ટમાં દારૂગોળાનું ઉત્પાદન. 
આ સમજૂતી સાથે AK-203 રાઇફલનું ઉત્પાદન અને તેના માટે જરૂરી દારૂગોળાનું ઉત્પાદન બંને ભારતમાં જ એક સંકલિત સપ્લાય ચેઇન હેઠળ આવી ગયું છે, જે ભારતની સુરક્ષા તૈયારીઓ માટે નિર્ણાયક છે.
દેશના સંરક્ષણ ક્ષેત્રને આર્ત્મનિભરતાની નવી ઊંચાઈએ લઈ જતા એક સીમાચિહ્નરૂપ ર્નિણયમાં, અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારત-રશિયાના સંયુક્ત સાહસ ઈન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) સાથે પાંચ વર્ષના વ્યૂહાત્મક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ અદાણી ડિફેન્સ, ભારતીય સશસ્ત્ર દળો માટે બનનારી અત્યાધુનિક AK-203 એસોલ્ટ રાઇફલ માટે સ્વદેશી 7.62x39 mm સ્મોલ-કેલિબર દારૂગોળો પૂરો પાડશે.
આ સમજૂતી સાથે AK-203 રાઇફલનું ઉત્પાદન અને તેના માટે જરૂરી દારૂગોળાનું ઉત્પાદન બંને ભારતમાં જ એક સંકલિત સપ્લાય ચેઇન હેઠળ આવી ગયું છે, જે ભારતની સુરક્ષા તૈયારીઓ માટે નિર્ણાયક છે.
ભારતીય સશસ્ત્ર દળો માટે AK-203 એસોલ્ટ રાઇફલ્સનું ઉત્પાદન કરવા માટે ભારત-રશિયા આંતર-સરકારી કરાર હેઠળ IRRPL 2019 માં સામેલ કરવામાં આવ્યું હતું. તેની ઉત્પાદન સુવિધા ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં કોરવા ખાતે સ્થિત છે. આ સંયુક્ત સાહસમાં રશિયન શેરધારકો કન્સર્ન કલાશ્નિકોવ અને રોસોબોરોનેક્સપોર્ટ સાથે ભારતીય શેરધારકો એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ અને મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ છે.
રક્ષા મંત્રાલયે IRRPLને AK-203ના સ્વદેશી ઉત્પાદન માટે સ્થાપિત સંયુક્ત સાહસ તરીકે ઓળખાવ્યું છે. ડિસેમ્બર ૨૦૨૧માં IRRPL સાથે ૬,૦૧,૪૨૭ AK-203 રાઇફલ્સ માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનું ઉત્પાદન કોરવા ખાતે કરવામાં આવશે.અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે કાનપુરમાં સ્મોલ-કેલિબર દારૂગોળા માટે વિશ્વ-સ્તરીય ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરી છે, જે આ ભાગીદારીનો મુખ્ય આધાર છે. આ કરાર ભારતને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આર્ત્મનિભર અને વધુ સશક્ત બનાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલું છે.