તા.૧પ સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય
એજન્સી) નવી દિલ્હી તા.૧૩
ભારતના અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૫ સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લઈ શકે છે. આ દરમિયાન ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. આ પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું હતું. હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૫મી સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય થશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે દેશમાં ચોમાસું સમય પહેલા જ શરૂ થઈ ગયું છે. ૨૦૨૦ પછી આવું પહેલી વખત બન્યું છે, કે આઠ જુલાઈના ૯ દિવસ પહેલા દેશમાં ચોમાસાની શરૂઆત થઈ હોય!


