૧ર રાજયોની SIR ડ્રાફટ યાદીમાં દર ૧૦૦ માંથી ૧૩ મતદારોના નામ કપાયા
(એજન્સી) નવી દિલ્હી તા.૦૭
ચૂંટણી પંચે મંગળવારે ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની ડ્રાફ્ટ યાદી બહાર પાડી હતી. તે સાથે ૧૨ રાજ્યોમાં SIRનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. મતદાર યાદી સુધારવા માટે ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ થી શરૂ થયેલી ઝુંબેશ બે મહિના અને ૧૧ દિવસ ચાલી હતી.
SIR પહેલાં આ રાજ્યોમાં ૫૦.૯૭ કરોડ મતદારો હતા. ચકાસણી પછી ૪૪.૩૮ કરોડ રહ્યા. લગભગ ૬.૫૯ કરોડ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ૧૨ રાજ્યોના કુલ મતદારોના ૧૨.૯૩ ટકા થાય છે, એટલે કે દર ૧૦૦ મતદારોએ લગભગ ૧૩ નામ કાપવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં લગભગ ૭.૫ ટકા લોકોના નામ કાપવામાં આવ્યા છે, એટલે કે અહીં દર ૧૩મું નામ મતદાર યાદીમાંથી બહાર થઈ ગયું છે. જોકે આ અંતિમ યાદી નથી, જે લોકોના નામ કાપવામાં આવ્યા છે, તેઓ દાવા-આપત્તિઓ કરી શકે છે. ફોર્મ નં.૬ અથવા ૭ ભરીને નામ ઉમેરાવી શકે છે.


