એક વાર અનામતનો લાભ લેનારને જનરલ કેટેગરીમાં હક્ક નથી : સુપ્રિમ કોર્ટ
(એજન્સી) નવી દિલ્હી તા.૦૭ :
અનામત અંગે એક અઠવાડિયામાં બે મહત્વના ચૂકાદાથી સુપ્રીમકોર્ટ સ્થિતિ અત્યંત સ્પષ્ટ કરી છે. અગાઉ ગત સપ્તાહે સુપ્રીમે તેના ચુકાદામાં અનામત વર્ગમાં આવતા લાભાર્થી મેરીટના ધોરણે જનરલ કેટેગરીમાં પણ સ્પર્ધા કરી શકશે તે નિશ્ચિત કર્યા બાદ તુર્તજ એક વધુ ચુકાદામાં સ્પષ્ટ કર્યુ છે કે એક વખત કોઈપણ રીતે અનામતનો લાભ મેળવ્યો હોય તો બાદમાં તે જનરલ કેટેગરીમાં ‘સ્વીચ‘ થઈ શકશે નહી. આમ એકવાર કવોટા-અનામતનો લાભ મેળવનારને પછી સામાન્ય સીટ પર હકક રહેશે નહી. આ રીતે સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મંગળવારે એક ઐતિહાસિક અને દૂરગામી ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો સંઘ લોક સેવા આયોગ (ેંઁજીઝ્ર) જેવી પરીક્ષામાં કોઈ ઉમેદવારે કોઈ પણ તબક્કે અનામતનો લાભ લીધો હોય, તો તે સામાન્ય શ્રેણીની બેઠકો પર નિમણૂક મેળવવાનો હકદાર નથી, ભલે પછી તેનો અંતિમ મેરિટ સ્કોર સામાન્ય શ્રેણીના ઉમેદવાર કરતાં વધારે કેમ ન હોય. જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે કેન્દ્ર સરકારની અપીલ સ્વીકારતા કર્ણાટક હાઈકોર્ટના ર્નિણયને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, "એકવાર કોઈ અનામત શ્રેણીના ઉમેદવારે અનામતનો લાભ લઈ લીધો હોય, તો તેને સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓ/સીટો પર નિયુક્ત કરી શકાશે નહીં."


