વડાપ્રધાન મોદીના ૭૫માં જન્મ દિવસે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે
૭૫ થી વધુ દેશમાં ૭૫૦૦ થી વધુ કેમ્પ એકસાથે યોજાશે, તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે
અમદાવાદ, તા.૧૬
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫માં જન્મદિવસે અમદાવાદના આંગણે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાવાનો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ યોજાશે. જેમાં ૧૭ સપ્ટેમ્બરે ૭૫ થી વધુ દેશમાં ૭૫૦૦ થી વધુ કેમ્પ એકસાથે યોજાશે. ૧૭ સપ્ટેમ્બરે ૭૫ થી વધુ દેશમાં ૭૫૦૦ થી વધુ કેમ્પ એકસાથે યોજાશે.
આ વિશે માહિતી આપતા કાર્યક્રમના આયોજક મુકેશ ગુગલીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે Mega Blood Donation Drive રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦ નું આયોજન કરાયું છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા આ આયોજન કરાશે. અખિલ ભારતીય તેરાપંથના ૬૨ વર્ષ પૂર્ણ થતાં અને ૬૨માં વર્ષમાં પ્રવેશ અને એ જ દિવસે પ્રધાનમંત્રીનો જન્મ દિવસનો સમન્વય જેની ભવ્ય ઉજવણી કરાશે. કાર્યક્રમમમાં ૫૦ થી વધુ સંસ્થાઓ જાેડાશે.
તો અન્ય આયોજક રાજેશ સુરાણાએ કહ્યું કે, પીએમ મોદીના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે ૭૫ થી વધુ દેશમાં ૭૫૦૦ થી વધુ કેમ્પ એકસાથે યોજાશે. તમામ કેમ્પનું પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કેમ્પમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રી હાજર રહેશે. આ દિવસે ૩ લાખ યુનિટ કલેક્ટ થાય તેવો લક્ષ્યાંક છે.


