અમદાવાદના દરિયાપુરનું જિમખાના ફરી વિવાદમાં
અમદાવાદ, તા.૧૫
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલું અને અનેક વખત વિવાદોમાં સપડાયેલું મનપસંદ જિમખાના ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ વખતે જિમખાનાના ત્રણેય માળ પર જુગારીઓ પત્તા રમતા હોવાનો વીડિયો વાયરલ થયો છે, જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે. મળતી માહિતી મુજબ, મનપસંદ જિમખાનાના અંદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે જુગારીઓ જુગાર રમી રહ્યા છે. વીડિયો ઉતારવામાં આવી રહ્યો છે તેવું જાણ થતા જ જુગારીઓ ત્યાંથી ભાગી ગયા હતા. વીડિયો ઉતારનાર વ્યક્તિ પોતે આ જગ્યાનો માલિક હોવાનો વીડિયોમાં દાવો કરી રહ્યો છે અને સાથે-સાથે એમ પણ કહી રહ્યો છે કે હું આ જગ્યાનો માલિક છું અને મેં અહીં જુગાર રમવાની કોઈ પરમિશન આપી નથી. જાેકે, વીડિયોમાં જિમખાનામાં બેફામ જુગાર રમાઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણે જાેવા મળે છે.


