દિલ્હી-મુંબઈમાં આઈફોન-૧૭ ખરીદવા ભારે પડાપડી : મારામારીના દૃશ્યો
લોકોમાં આઈફોન ખરીદવાનો ભારે ક્રેઝ : લાંબી લાઈનો લાગી : ટેકનોલોજીની દુનિયામાં ઐતિહાસીક ક્ષણ
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯:
ટેક જાયન્ટ એપલે આજે i-PHONE-17 સિરીઝનું વેચાણ શરૂ કર્યું છે. હંમેશની જેમ નવા ૈઁર્રહીજ માટેનો ક્રેઝ સ્પષ્ટ છે. દિલ્હીથી મુંબઈ સુધી
છॅॅઙ્મી સ્ટોર્સની બહાર
ચાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ૯ સપ્ટેમ્બરના રોજ
લોન્ચ થયેલા નવા i-PHONE-17 સિરીઝની એક ઝલક મેળવવા
માટે લોકો કલાકો સુધી
લાઇનમાં રાહ જોઈ રહ્યા છે. આઈફોન ખરીદવા માટે લોકોમાં એટલી બધી લાઇનો લાગી ગઈ છે કે ગત સાંજથી જ લાંબી લાઇનો લાગી ગઈ હતી. દિલ્હી અને મુંબઈમાંથી એવા ચિત્રો સામે આવ્યા છે જે i-PHONE ક્રેઝની હદ દર્શાવે છે.દક્ષિણ દિલ્હીના સાકેત સ્થિત સિલેક્ટ સિટી મોલમાં લોકો i-PHONE-17 ખરીદવા માટે મધ્યરાત્રિ ૧૨ વાગ્યાથી લાઇનો લગાવવા લાગ્યા હતા. વસંત કુંજ નજીક પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં ગ્રાહકો ફોન ખરીદવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.
મુંબઈના મ્દ્ભઝ્રમાં
i-PHONE સ્ટોરની બહાર લાંબી
કતારો જોવા મળી હતી.
મુંબઈના બાંદ્રા કુર્લા
કોમ્પ્લેક્સમાં i-PHONE શોરૂમની બહાર સેંકડો લોકો લાઇનમાં રાહ જોતા જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, કેટલાક લોકો ૭ થી ૮ કલાક રાહ જોતા રહ્યા હતા, જ્યારે ઘણા ગ્રાહકો પહેલાથી જ બુકિંગ કરાવી ચૂક્યા હતા.
આજે ટેકનોલોજીની દુનિયામાં એક ઐતિહાસિક ક્ષણ બની રહી છે, કારણ કે એપલે આખરે તેનો i-PHONE-17 લોન્ચ કર્યો. લાંબા સમયથી રાહ જોવાતી લોન્ચિંગ એટલી તીવ્ર રહી કે ગુરુવારે સાંજે દિલ્હી અને મુંબઈમાં લાંબી કતારો લાગી ગઈ. દિલ્હી અને મુંબઈના ફોટા ૈઁર્રહી ની લોકપ્રિયતા કેટલી હદ સુધી પહોંચે છે તે દર્શાવે છે.


