RSSને ભાજપ કંટ્રોલ કરતુ નથી : સંઘનો ઉદ્દેશ ગુણવત્તા અને ચારિત્ર્ય નિર્માણ છે : મોહન ભાગવત

RSSને ભાજપ કંટ્રોલ કરતુ નથી : સંઘનો ઉદ્દેશ ગુણવત્તા અને ચારિત્ર્ય નિર્માણ છે : મોહન ભાગવત

(એજન્સી)            ભોપાલ તા.૦૩
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ ડો. મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભાજપ કે વિશ્વ હિન્દુ પરિષદના દૃષ્ટિકોણથી ઇજીજીને સમજવું ખોટું છે. બધા સ્વતંત્ર રીતે કામ કરે છે અને સંઘ કોઈ (ભાજપ)ને કન્ટ્રોલ કરતું નથી. સંઘનો ઉદ્દેશ્ય સત્તા, ટિકિટ કે ચૂંટણી નહીં, પરંતુ સમાજની ગુણવત્તા અને ચારિત્ર્ય નિર્માણ છે. સંઘની સાચી ઓળખ સમાજ નિર્માણ છે. ભોપાલમાં ઇજીજીના ૧૦૦ વર્ષ પૂરા થવા પર આયોજિત ‘પ્રમુખ જન ગોષ્ઠી’માં બોલતા ભાગવતે કહ્યું કે અમે યુનિફોર્મ પહેરીએ છીએ, કૂચ કરીએ છીએ અને લાકડીનો અભ્યાસ કરીએ છીએ. આવા સંજોગોમાં જો કોઈ વિચારે કે આ એક પેરા મિલિટરી ફોર્સ છે તો તે એક ભૂલ હશે.