આગામી એપ્રિલથી રર રાજયોમાં મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ થશે

આગામી એપ્રિલથી રર રાજયોમાં મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ થશે

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૦:
બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ સહિત ૧૨ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદીમાં એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થવાના તબક્કામાં છે.
દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશ સહિત ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) એપ્રિલમાં શરૂ થવાની સંભાવના છે. ચૂંટણી પંચે આ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખી તેમની તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગણા અને ઉત્તરાખંડમાં એસઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.