રિઝર્વ બેંકે વ્યાજદર યથાવત રાખ્યા : લોન સસ્તી નહીં થાય
(એજન્સી) મુંબઈ તા.૦૫ :
રિઝર્વ બેન્કે વધુ એક વખત વ્યાજદરમાં ફેરફાર નહી કરવા ર્નિણય લીધો છે.આરબીઆઈની મોનેટરી પોલીસીની દ્વીમાસીક બેઠકમાં રેપોરેટ ૫.૨૫ ટકા એ યથાવત રાખવા ર્નિણય લીધો છે.
રિઝર્વ બેન્કનો આ ર્નિણય અપેક્ષા મુજબ જ છે. રિઝર્વ બેન્કે હાલની નેરૂત્યના ચોમાસાની સ્થિતિ, ફુગાવા તથા પશ્ચિમ એશિયામાં જે હજું પ્રવાહી સ્થિતિ છે તેથી વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં હોવાનું પસંદ કરે છે તથા ખાસ કરીને સપ્લાય સાઈડ પ્રેસર- કાચા માલ- ક્રુડતેલ વિગેરેના પુરવઠાની અનિશ્ચિતતા હજુ યથાવત છે.
ખાસ કરીને વૈશ્વિક આર્થિક વાતાવરણ પણ અનિશ્ચિત રહ્યું છે તથા ભારત હાલ તેના અર્થતંત્ર માટે ’નેચરલ‘- સ્થિતિ જુએ છે. જો કે હાલ ફુગાવાની સ્થિતિ રિઝર્વ બેન્કના અનુમાન મુજબ જ છે પણ ખાસ કરીને ચોમાસામાં હવે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસની સ્થિતિ જોવી મહત્વની બની રહેશે.
ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂન બાદ ચાલુ વર્ષે સતત ચોથી વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો ર્નિણય લેવાયો છે. વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરવાના આ ર્નિણય એમપીસી સમિતિના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે લેવામાં આવ્યો છે અને આરબીઆઈએ પોતાનું નીતિ વિષયક વલણ પણ "ન્યુટ્રલ" જાળવી રાખ્યું છે.
પોલિસી રેપો રેટ યથાવત રહેવાના પરિણામે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ ૫ ટકા અને માજિર્નલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ ૫.૫ ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. નીતિ વિષયક વક્તવ્ય આપતા રીઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના કારણે વૈશ્વિક આર્થિક વાતાવરણ ઉત્તરોત્તર વધુ અસ્થિર બનતું જઈ રહ્યું છે.


