એક સાથે અનેક મોર્ચે ભારતનો ડીપ્લોમેટીક સપાટો : ચીન, રશિયા, જાપાન, અમેરીકા, કેનેડા સાથે વૈશ્વિક કૂટનીતિ
અજીત ડોભાલ ચીન, જયશંકર રશિયા, સીતારમન અમેરીકા - કેનેડાની મુલાકાત લેશે
(એજન્સી) નવી દિલ્હી તા.૨૫
વડાપ્રધાન મોદીએ ભારતના હિતોને ધ્યાનમાં રાખીને એકસાથે અનેક મોરચે વૈશ્વિક કૂટનીતિ શરૂ કરી છે. ચીન, રશિયા, જાપાન, અમેરિકા, કેનેડા અને દક્ષિણ અમેરિકાના દેશો સાથે ભારતના સંબંધો, વેપાર અને રોકાણને વધુ મજબૂત બનાવવા માટે સરકારની ટીમ સક્રિય છે. આ સમગ્ર અભિયાનમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે.દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિ અને સમુદાયો વિશે જાણવું હાલમાં NSA અજિત ડોભાલ ચીનની ત્રણ દિવસની મુલાકાતે ગયા છે. આ મુલાકાત આવતા મહિને દિલ્હીમાં યોજાનારી BRICS સમિટની તૈયારીના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગ હાજરી આપે તેવી અપેક્ષા છે. જાે શી જિનપિગ ભારતની મુલાકાતે આવે છે, તો તે લગભગ સાત વર્ષ બાદ તેમની પહેલી ભારત મુલાકાત હશે. તેમની સંભવિત મુલાકાત પહેલાં અજિત ડોભાલની ચીન મુલાકાતને સકારાત્મક પગલા તરીકે જાેવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ ચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા માટે આ પ્રકારની રાજદ્વારી પ્રક્રિયા હાથ ધરી હતી.
ભારતની વૈશ્વિક આર્થિક પહોંચ માત્ર એશિયા પૂરતી મર્યાદિત નથી. કેનેડા સાથે પણ વેપાર અને રોકાણ વધારવા માટે ચર્ચા થવાની છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ ૨૬ અને ૨૭ ઓગસ્ટે કેનેડાની મુલાકાતે જવાના છે. ત્યારબાદ તેઓ A20 નાણામંત્રીઓની બેઠક માટે અમેરિકા જશે. આ ઉપરાંત વાણિજ્ય સચિવને આર્જેન્ટીના, ચિલી અને બ્રાઝિલના પ્રવાસે મોકલવામાં આવશે. ચિલી સાથે ભારતનો વેપાર કરાર પૂર્ણ થવાના આરે છે, જેના કારણે ભારતને ચિલીના મહત્વપૂર્ણ ખનિજ બજારમાં પ્રવેશ મેળવવામાં મદદ મળી શકે છે.


