બાળકોમાં મોબાઈલનું ખતરનાક વ્યસન : દૈનિક સ્ક્રીન ટાઈમ ૩ કલાક
એજન્સી) નવી દિલ્હી તા.૧૫:
૧૪ નવેમ્બરને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ મુશ્કેલી એ છે કે મેદાન અને લાઈબ્રેરીમાં રમતું બાળક હવે વધુ સ્માર્ટ ફોનના સ્ક્રીન પર સીમિત થઈ ગયું છે. એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ-૨૦૨૪ અનુસાર ગ્રામીણ ગુજરાતમાં ૮૨ ટકા બાળકો સ્માર્ટફોનનો વપરાશ કરતા થયા છે. ૭૬ ટકા બાળકો સોશ્યલ મીડિયા અને ૫૭ ટકા બાળકો શિક્ષણ અર્થે મોબાઈલ વાપરે છે. જેમાં ૧૪ થી ૧૬ વર્ષના બાળકોમાં ૮૩ ટકા વપરાશ અને ૮ થી ૧૬ વર્ષના બાળકોમાં ૮૨ ટકા વપરાશ જોવા મળ્યો છે. જેના કારણે શાળાના મેદાનોને બદલે હવે બાળકો સ્ક્રીન પર આવી ગયા છે. દરેક બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ ૩ કલાકથી વધુ છે. માત્ર એટલું જ નહીં પરંતુ ૨૦૧૦ પછી જન્મેલા બાળકોમાં તો રમાડવા માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી આ બાળકો શારીરિક રીતે નબળા છે.


