સેવા, સુશાસન અને રાષ્ટ્ર ઉત્થાનના સફળ 12 વર્ષના અવસરે જૂનાગઢમાં ભુતનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ

સેવા, સુશાસન અને રાષ્ટ્ર ઉત્થાનના સફળ 12 વર્ષના અવસરે જૂનાગઢમાં ભુતનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ

જૂનાગઢ તા. 11
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના મીડિયા વિભાગ ના સુરેશ પાનસુરીયા અખબારી યાદી જણાવે છે કે  ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે, જૂનાગઢ મહાનગર વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ મહાઆરતીનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું. આ દિવ્ય મહાઆરતીમા શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, ઘારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મહામંત્રી જયેશ ધોરાજીયા, મિલન ભટ્ટ, વિનોદ ચાંદેગરા, પ્રદીપભાઈ ખીમાણી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા,ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન તેમજ કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સંગઠન હોદેદારો, વિવિધ મોરચા પ્રમુખ, મહામંત્રી, વોડૅ પ્રમુખ મહામંત્રીએ દેશના પથદર્શક એવા પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મંગલ કામના કરી. દેશના વિકાસની આ યાત્રા તેઓના નેતૃત્વમાં અવિરત ચાલતી રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી.