જયોર્તિમઠના શંકરાચાર્ય સામે બાળકોના જાતીય શોષણનો ખોટો આરોપ મુકયો હતો : આશુતોષ બ્રહ્મચારીના નિવેદનથી ખળભળાટ

જયોર્તિમઠના શંકરાચાર્ય સામે બાળકોના જાતીય શોષણનો ખોટો આરોપ મુકયો હતો : આશુતોષ બ્રહ્મચારીના નિવેદનથી ખળભળાટ

(એજન્સી)    નવી દિલ્હી,તા.11: 
જ્ર્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર આશ્રમના બાળકોના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મગુરુ સામે કરેલો કેસ તદ્દન ખોટો હોવાની કબૂલાત કરી છે. આશુતોષ બ્રહ્મચારીનું કહેવું છે કે, ‘મેં શંકરાચાર્ય વિરુદ્ધ આ નકલી કેસ મારા જ ગુરુબંધુ રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો.‘ આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ શામેલ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે, જેના કારણે ધામિર્ક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
આશુતોષ બ્રહ્મચારીએ વીડિયો દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ખોટો કેસ કરવા પાછળ રામચંદ્ર દાસનો હાથ હતો. રામચંદ્ર દાસે જ આ આખું કાવતરું ઘડ્યું હતું અને મારા પર કોર્ટમાં કેસ દાખલ કરવા માટે ભારે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે પોતાના જ ગુરુની હત્યા કરાવવાનું પણ એક ગુપ્ત પ્લાનિગ કર્યું હતું. મને ખોટી રીતે ભટકાવીને આ આખી રમત રમવામાં આવી હતી, જેના કારણે મને ભારે માનસિક ત્રાસ ભોગવવો પડ્યો છે તેમ આશુતોષ બ્રહ્મચારીએ જણાવ્યું છે.