મુંબઈમાં ભારે વરસાદને પગલે મકાનો પર ભેખડ પડતા દુર્ઘટના : બેના મોત, અનેક ઘાયલ

મુંબઈમાં ભારે વરસાદને પગલે મકાનો પર ભેખડ પડતા દુર્ઘટના : બેના મોત, અનેક ઘાયલ

મુંબઈ,તા.૧૨:
મુંબઈમાં રાતભર સારો એવો વરસાદ થયો હતો. જેને કારણે ઘાટકોપર અને કુર્લા વેસ્ટની બોર્ડર પર આવેલ સાકીનાકામાં મોટી દુર્ઘટના બની છે. અશોકનગરમાં આવેલી ગૌસિયા ચાળ પર પાસે આવેલ ટેકરી પરથી ભેખડ ધસી પડતાં મોટી હોનારત સર્જાઇ છે. ત્રણ ઘર પર ભેખડ પડતાં અંદર રહેલા લોકો દટાઈ ગયા હોવાની શંકા છે. ૨ લોકોનાં તો મોત પણ થઈ ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઘટના પરોઢે આશરે ૩થી ૪ વાગ્યાની વચ્ચે બની હતી. આખી રાત મુશળધાર વરસાદ થવાને કારણે ટેકરી પરથી ભેખડ ધસીને પાસેનાં મકાનો પર પડી હતી. એકાએક મોટા કદના પથ્થરો અને માટી મકાનો પર ઢળી પડતાં અંદર સૂઈ રહેલા લોકોને બહાર નીકળવાનો પણ મોકો મળ્યો નહોતો. ડીસીપી ગણેશ શિંદે અને બીએમસી ‘એલ’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર અનિલ જાધવે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨ શંકાસ્પદ બોડીને કાટમાળમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી છે, તે કદાચ મૃત્યુ પામ્યા છે તેવી શંકા છે.