કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.૧૧.પ૦નો વધારો કરાયો

કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં રૂા.૧૧.પ૦નો વધારો કરાયો

નવી દિલ્હી તા.૧
આજ એટલે કે, ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી કોમશિર્યલ સિલિન્ડર સરેરાશ ૧૧.૫૦ રૂપિયા મોંઘો થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં આજથી દૂધ ૯ રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘું થઈ ગયું છે. આ ઉપરાંત, જે ગ્રાહકોએ LPG કનેક્શનની e-KYC પૂર્ણ કરી નથી, તેમને સબસિડીનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે. e-KYC કરાવવાની સમયમર્યાદા ૩૧ ઓગસ્ટ હતી.
તેલ કંપનીઓએ કોમશિર્યલ ગેસ સિલિન્ડર સરેરાશ ૧૧.૫૦ રૂપિયા સુધી મોંઘો કરી દીધો છે. કોલકાતામાં તેની કિંમત ૨૮૮૪ થઈ ગઈ છે. પહેલા તે ૨૮૭૨.૫૦ માં મળતો હતો.કોમશિર્યલ સિલિન્ડરના ભાવ વધવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ નજીવો વધશે. આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી મોંઘા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ મોંઘી થઈ શકે છે.