‘સુપર અલનીનો’ હાહાકાર મચાવશે : ચોમાસુ સામાન્ય કરતા ઓછું રહેશે
સમગ્ર વિશ્વના વાતાવરણને ગંભીર અસર થશે : ભારતમાં કયાંક દુષ્કાળ તો કયાંક અતિવૃષ્ટિ થશે : કૃષિ ઉત્પાદનોમાં ભારે ઘટાડો થવાની ભીતી
(એજન્સી) નવી દિલ્હી તા.16
હવામાન વિભાગે વર્ષ ૨૦૨૬ માટે પોતાનું પ્રથમ લોંગ રેન્જ ફોરકાસ્ટ જાહેર કરી દીધું છે. આ રિપોર્ટ અનુસાર, જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે થનારા ચોમાસાનો વરસાદ આ વખતે સામાન્યથી ઓછો રહેવાનો છે. તેનું સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં બની રહેલા સુપર અલ નીનો છે, જે આ સમયે ઝડપથી આકાર લઈ રહ્યું છે. આ એક એવી સમુદ્રી ઘટના છે, જે આખી દુનિયાના હવામાનને અસ્ત-વ્યસ્ત કરવાની તાકાત ધરાવે છે. ભારત માટે અલ નીનો હંમેશાથી માઠા સમાચાર લઈને આવે છે. જ્યારે પણ અલ નીનો મજબૂત થાય છે તો આ ભારતની ચોમાસું હવાને નબળી કરી નાખે છે. તેના કારણે દેશના મોટા ભાગમાં વરસાદ ઓછો થાય છે અને ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિ પણ થઈ જાય છે. જો કે તેનું બીજું પાસું પણ છે, જે ખૂબ જ ડરામણું છે.
એક તરફ જ્યાં ઉત્તર અને મધ્ય ભારતમાં પાણીના ટીપા માટે તરસવું પડે છે, વળી તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારમાં તે ભારે તબાહીવાળો વરસાદ લાવે છે. જળવાયુ વૈજ્ઞાનિક ડોક્ટર માધવન નાયરનું કહેવું છે કે આ અલ નીનો 1997થી 2015ની માફક ખૂબ જ ગંભીર હોઈ શકે છે.
આઈએમડીએ ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ લોંગ પીરિયડ એવરેજનું લેવલ 92 ટકા જ રહેશે. તેને બિલો નોર્મલ એટલે કે સામાન્યથી ઓછાની કેટેગરીમાં રાખે છે.
પેસિફિક મહાસાગરમાં ઝડપથી વિકસતું સુપર અલ નિનોૅ આ વર્ષે ભારતીય ચોમાસાને ભારે ઘટાડાનો ભય આપી રહ્યું છે. વૈજ્ઞાનિકો માને છે કે આ અલ નિનો 1997 અને 2015ના વિનાશક સમયગાળા જેટલો જ ગંભીર હોઈ શકે છે. તેની સૌથી ખરાબ અસરો ભારતના કેટલાક ભાગોમાં અનુભવી શકાય છે.
હવામાન નિષ્ણાતોના મતે, અલ નિનોની અસર આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જે દેશના ઘણા ભાગોમાં દુષ્કાળને વધુ ખરાબ કરી શકે છે. દેશના ઉત્તરીય, પશ્ચિમી અને મધ્ય પ્રદેશો સૌથી વધુ પ્રભાવિત થશે. તેઓ તીવ્ર ગરમી અને દુષ્કાળનો અનુભવ કરશે, જે પાકને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્થિતિ ખાસ કરીને ચિતાજનક છે કારણ કે ભારતના લગભગ 60% ખેડૂતો તેમના ખરીફ પાક માટે સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. ઓછો વરસાદ કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ 26 મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે, જે નિર્ધારિત સમય કરતા ચાર દિવસ વહેલું છે. જોકે, યુએસ હવામાન એજન્સી, નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર, આ વર્ષે સુપર અલ નીનો લગભગ નિતિ છે. આનાથી નબળા ચોમાસા, દુષ્કાળ અને ગરમીના મોજાની શક્યતા વધી ગઈ છે.


