છેલ્લા ૧રપ વર્ષમાં ઓગષ્ટ માસ સૌથી ગરમ રહ્યો
(એજન્સી) નવી દિલ્હી,તા.૦૧:
ઓગસ્ટમાં દેશભરમાં કુલ વરસાદ ૨૧૩.૩ મીમી હતો, જે સામાન્ય કરતાં ૧૬.૩ ટકા ઓછો છે. ગત ઓગસ્ટ મહિનો પણ ગરમ રહ્યો, ઓગસ્ટમાં દેશનું સરેરાશ લઘુત્તમ તાપમાન ૨૪.૩૬ ડિગ્રી સિેલ્સયસ હતું, જે ૧૯૦૧ પછીનું સૌથી ગરમ હતું. સરેરાશ તાપમાન ૨૮.૦૧ ડિગ્રી સેલ્સિયસ હતું, જે રેકોર્ડ પર સૌથી વધુ હતું. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ દેશભરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની ધારણા છે, જેના કારણે તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. આ ભયાનક સૂકા હવામાન અને ગરમીનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરમાં આકાર લઈ રહેલી મજબૂત અલ નીનો ની અસર છે.


