રૂા.10 હજારથી વધુના ઓનલાઈન ટ્રાન્સફરમાં હવે એક કલાકનો બ્રેક લાગશે : રીઝર્વ બેંકનો મોટો નિર્ણય
(એજન્સી) મુંબઈ,તા.15
ડિજિટલ છેતરપિંડી અને સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓ ડામવા માટે રિઝર્વ બેન્ક હવે સફાળી જાગી છે. રીઝર્વ બેંક દ્વારા હવે 10,000 રૂપિયાથી વધુના ઓનલાઇન ટ્રાન્સફર પર એક કલાકનો ‘કૂલિગ પિરિયડ‘ એટલે કે સમયગાળો રાખવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી રહી હોવાનો ન્યુઝ ફસ્ર્ટ નો અહેવાલ જણાવે છે.
સત્તાવાર વિગતો અનુસાર, દેશમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિતાજનક ઉછાળો આવ્યો છે. ઠગબાજો મિનિટોમાં લોકોના ખાતા સાફ કરી નાખતા હોય છે, ત્યારે આ લૂંટ રોકવા માટે રીઝર્વ બેંક નવો નિયમ લાવવાની તૈયારીમાં છે. આ પ્રસ્તાવિત નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક 10,000 રૂપિયાથી વધુની રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરશે, તો તે રકમ સામેની વ્યક્તિના ખાતામાં જમા થતા એક કલાકનો સમય લાગશે.
આ એક કલાકના સમયગાળા દરમિયાન ગ્રાહકને પોતાના વ્યવહારની ખાતરી કરવાનો અને જો છેતરપિડી થઈ હોય તો વ્યવહાર રોકવાનો પૂરતો સમય મળી રહેશે. હાલમાં આ મામલે આરબીઆઈ સક્રિયપણે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં તેની વિગતવાર માર્ગદશિર્કા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


