માંગરોળ ડેપો તેમજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરાઈ

માંગરોળ ડેપો તેમજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરાઈ

(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૧૦
માંગરોળ એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વડી કચેરીના મળેલા ખાસ આદેશોને પગલે ડેપો પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ડેપોની વર્કશોપ ટીમ, ટ્રાફિક ટીમ તેમજ તમામ સુપરવાઈઝરઓ સક્રિય રીતે જોડાયા હતા. આ ઉપરાંત સ્થાનિક નગરપાલિકાની ટીમ સાથે સહયોગ સાધીને ડેપો સંકુલ અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ મુસાફરોને બસ સ્ટેન્ડ પર સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. ભવિષ્યમાં પણ આવી જ રીતે સ્વચ્છતા જાળવી રાખવા માટે ડેપો તંત્ર દ્વારા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. આ સ્વચ્છતા અભિયાનમાં માંગરોળ એસટી ડેપોના લક્ષમણભાઈ ગરચર, હેડ. મેકિનકલ હમીરભાઈ કોડિયાતર, ટ્રાફિક સુપરવાઇઝર પ્રકાશભાઈ સોલંકી તેમજ એસટી ડેપોનો સ્ટાફ અને નગરપાલિકા ટીમ જોડાઈ હતી.