તુલસીશ્યામ નજીક રસ્તા પર સિંહ પરીવારનાં ધામા
ગીર સોમનાથ તા. ૭
ગીર સોમનાથ જીલ્લાનાં તુલસીશ્યામ નજીક સિંહ પરીવારનાં રસ્તામાં ધામા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર તુલસીશ્યામ નજીક રસ્તા પર ૩ સિંહણ અને ૧ સિંહ બેઠેલા જાેવા મળ્યા છે. ઉનાથી રાજકોટ જતી એસટી બસ સામે આ દ્રશ્ય જાેવા મળ્યુ હતું. રસ્તા પર વનરાજને નિહાળી બસમાં મુસાફરી કરતા લોકોને સિંહ દર્શનનો લાભ મળ્યો હતો. આ બસ નજીક આવતાં સિંહ પરીવાર શાંતિથી રસ્તા પરથી પસાર થઈ ગયો હતો. બસમાં બેઠેલા મુસાફરે સિંહ દર્શનની આ રોમાંચકારી ક્ષણનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો. અને જે વાયરલ થયો હતો.


