બિહારમાં છઠ પર્વનો તહેવાર માતમમાં ફેરવાયો  ડુબી જવાની વિવિધ ઘટનાઓમાં ૮૩ લોકોના મોત

બિહારમાં છઠ પર્વનો તહેવાર માતમમાં ફેરવાયો  ડુબી જવાની વિવિધ ઘટનાઓમાં ૮૩ લોકોના મોત

(એજન્સી)          પટના, તા.૨૯:
બિહારના અનેક જિલ્લાઓમાં છઠ તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો. 
સોમવાર અને મંગળવારે 
પટણામાં નવ સહિત રાજ્યભરમાં ૮૩ લોકો ડૂબી ગયા. તેમાંના મોટાભાગના મૃત્યુ છઠ ઘાટ બનાવતી વખતે લપસી જવાથી, અથવા સ્નાન કરતી વખતે 
અથવા પ્રાર્થના કરતી વખતે 
ઊંડા પાણીમાં ઉતરવાથી થયા છે. મૃતકોમાં દક્ષિણ બિહારના ૩૪, પૂર્વ બિહારના કોસી-સીમાંચલના ૩૦ અને ઉત્તર બિહારના ૧૯ લોકોનો સમાવેશ થાય છે.
પટણા જિલ્લામાં, ગંગામાં સ્નાન કરતી વખતે વિવિધ સ્થળોએ ૧૫ લોકો ડૂબી ગયા, જેમાં નવ લોકોનાં મોત થયા હતા. મોકામામાં ત્રણ, બારહ, બિહતા અને ખગૌલમાં બે-બે લોકોના મોત થયા. માનેરમાં ડૂબી ગયેલા બે અને આઠમાગોલામાં એક યુવકની શોધખોળ ચાલુ છે. બારહમાં ડૂબી ગયેલા ત્રણ યુવકો, ખાગૌલમાં એક અને ગોપાલપુરમાં એક યુવક તળાવમાં ડૂબી ગયો હતો.