ભારતને એઆઈ સુપર બનાવવા ર૦૩પ સુધીમાં અદાણી જુથ ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે
(બ્યુરો) અમદાવાદ, તા.૧૮:
ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં અને વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર એક નવો અધ્યાય લખતા અદાણી જૂથે આજે એક ક્રાંતિકારી જાહેરાત કરી છે. ભારતના ડિજિટલ ભવિષ્યને સુરક્ષિત કરવા અને દેશને આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવા માટે અદાણી જૂથે ૨૦૩૫ સુધીમાં ૧૦૦ અબજ અમેરિકન ડોલર (આશરે ૮.૩૦ લાખ કરોડ રૂપિયાથી વધુ) નું જંગી સીધું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ રોકાણ ભારત માટે સોવરેન એઆઈ એટલે કે દેશની પોતાની માલિકીનું અને નિયંત્રણ હેઠળનું એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ઉર્જા અને કોમ્પ્યુટિંગ ક્ષેત્રે વિશ્વના સૌથી મોટા સંકલિત રોકાણોમાંનું એક ગણવામાં આવે છે, જે ભારતને ‘એઆઈ યુગ‘ માં એનર્જી-કોમ્પ્યુટ બેકબોન પૂરી પાડશે.


