નોબલ યુનિવસિર્ટી જુનાગઢ ખાતે નશા મુક્તિ ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ સેમિનાર યોજાયો

વર્તમાન સમયમાં યુવાનો નશાયુક્ત બની રહ્યા છે ત્યારે તેમને નશા મુક્ત કરવા અત્યંત આવશ્યક  - સમીર શુક્લાજી

નોબલ યુનિવસિર્ટી જુનાગઢ ખાતે નશા મુક્તિ ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ સેમિનાર યોજાયો

જૂનાગઢ તા.૯
ભારત યુવાનોનો દેશ છે અને ભારતમાં ૬૫ ટકા વસ્તી યુવાનોની છે કોઈપણ દેશનું હૃદયએ આ યુવાનો હોય છે પણ યુવાનોને યોગ્ય દિશા આપી અને યોગ્ય માર્ગે વાળવા અને તેમને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રાખવાનું અત્યંત આવશ્યક હોય છે ત્યારે સામાજિક કાર્યકર અમદાવાદના શ્રી સમીરભાઈ શુક્લાજીએ સમગ્ર ગુજરાતમાં નિસ્વાર્થ ભાવે એક મહાઅભિયાન શરૂ કર્યું છે તે અંતર્ગત તેમણે જૂનાગઢની બહાઉદીન સાયન્સ કોલેજમાં યુવાનો નશા મુક્ત બને અને અનેકને નશામુક્ત બનાવે તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ માત્ર પ્રવચનો નહીં પરંતુ એક સંગીત સાથે એક ઓફિસિયલી સોંગ સાથે આ સેમિનાર યોજાયો હતો જેમાં તેમણે વિદ્યાર્થીઓને નશા મુક્ત બની રહેવા માટે અનુરોધ કર્યો હતો અને અનેક દ્રષ્ટાંતો આપીને સેમિનારને યાદગાર બનાવ્યો હતો તેમજ દરેક યુવાન એમના ગામ કુટુંબ સગા સંબંધીઓને પણ નશામુક્ત બનાવે તેવી તેમને અપીલ કરી હતી સમીર શુક્લાજી સમગ્ર ગુજરાતમાં અનેક યુનિવસિર્ટીઓ કોલેજાેમાં આ પ્રકારનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ સમીરભાઈ શુક્લાને પત્ર લખી અને નશા મુક્તિ જેવા અત્યંત સંવેદનશીલ અને મહત્વના વિષય પર તૈયાર કરવામાં આવેલ ગીતની પ્રશંસા કરી છે અને નશા મુક્તિ સંદેશ આપતા ગીતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની પણ અપીલ કરી હતી તેમજ ગુજરાત સરકાર દ્વારા તો આ કાર્ય કરવામાં આવે જ છે પણ સાથે સાથે સમીર શુક્લાજી દ્વારા કરવામાં આવેલ આ નશા મુકત અભિયાન અને સામાજિક કલ્યાણ ની પ્રવૃત્તિઓને સંગીતના માધ્યમથી સમાજ સુધી પહોંચાડવાનો સમીર શુક્લાજીના આ પ્રયાસની નાયબ મુખ્યમંત્રીએ સરાહના કરી છે યુવાનો નશાથી દૂર રહી ફિટનેસ અપનાવે માતા-પિતાનું સન્માન કરે અને ભારતીય સંસ્કૃતિનું જતન કરે તેવા ઉમદા આશયના આ કાર્યને નાયબ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોબલ યુનિવસિર્ટીના પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ ધુલેશિયા કુલપતિ શ્રી ખેર સાહેબ જૂનાગઢના જાણીતા શિક્ષણવિદ અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક અને મોટીવેશનલ સ્પીકર ડો.જીતુભાઈ ખુમાણ અને ગુજરાતી ફિલ્મ અભિનેતા શ્રી જીતુભાઈ માલવયાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.