ગીર સોમનાથ પોલીસ માટે ગૌરવની ક્ષણ ડીવાયએસપી ચેતન ખટાણાએ ડીજીપી કપ-૨૦૨૬માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો - અભિનંદનની વર્ષા

ગીર સોમનાથ પોલીસ માટે ગૌરવની ક્ષણ ડીવાયએસપી ચેતન ખટાણાએ ડીજીપી કપ-૨૦૨૬માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો - અભિનંદનની વર્ષા

ગીર સોમનાથ તા. ૯
ગેજેટેડ ઓફિસર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી ગીર સોમનાથનાં ડીવાયએસપી ચેતન ખટાણાએ શાનદાર સિધ્ધિ મેળવી છે ગુજરાત પોલીસ વડા જી.એસ. મલિકના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગોલ્ડ મેડલ એનાયત કરી ડી.વાય.એસ.પી. ચેતન ખટાણાને સન્માનિત કરાયા. ગાંધીનગર કરાઈ ખાતે ત્રણ દિવસીય સ્પર્ધા યોજવામાં આવી હતી. ગુજરાત પોલીસની વિવિધ રેન્જના ગેજેટેડ ઓફિસરોએ અલગ-અલગ રમતોમાં ભાગ લીધો હતો. ડીજીપી કપ-૨૦૨૬માં ટેબલ ટેનિસમાં ગોલ્ડન પરફોર્મન્સ દાખવી જૂનાગઢ રેન્જ વતી રમતા ચેતન ખટાણાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પાઠવ્યા અભિનંદન પાઠવવામાં આાવ્યાા હતા. ચેતન ખટાણાની જીત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બની પ્રેરણારૂપ બની છે.