વર્ષોની પરંપરાઓ મુજબ ચાલુ વર્ષે પણ સુપ્રસિધ્ધ શ્રી વાઘેશ્વરી માતાજી મંદિરમાં આસો નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થશે
જૂનાગઢ, તા.૯
શ્રી વાઘેશ્વરી માતાજીના દર્શનાર્થીઓ માટે આસો નવરાત્રી તા.૧૧/૧૦/૨૦૨૬ રવિવાર આસો સુદ એકમ થી તા.૨૧/૧૦/૨૦૨૬ બુધવાર આસો સુદ દશમ સુધી ઉજવવામાં આવશે. મંદિરમાં દર્શનનો સમય સવારે ૫:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધીનો રહેશે જેમાં મંગળા આરતી સવારે ૬:૧૫ મિનિટે, શૃંગાર આરતી સવારે ૮:૧૫ મિનિટે તથા શયન આરતી સાંજે ૭:૧૫ મિનિટે થશે. બપોરે ૧:૦૦ થી ૩:૩૦ વાગ્યા સુધી મંદિર માં દર્શન બંધ રહેશે. આઠમનો યજ્ઞ તા. ૧૯/૧૦/૨૦૨૬ સોમવારના રોજ છે. યજ્ઞનું બીડું હોમવાનો સમય સાંજે ૫:૦૦ કલાકે રહેશે તેમજ શ્રી ઉપલા વાઘેશ્વરી માતાજી મંદિરનો સમય તેજ રીતે ઉપલા વાઘેશ્વરી મંદિર પણ સવારે ૫:૦૦ વાગ્યાથી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તેની મંગળા આરતી સવારે ૬:૪૫ મિનિટે, શૃંગાર આરતી સવારે ૮:૪૫ મિનિટે અને શયન આરતી સાંજે ૬:૪૫ મિનિટે થશે. શ્રી ઉપલા વાઘેશ્વરી માતાજી મંદિરે આઠમનો યજ્ઞ તા.૧૮/૧૦/૨૦૨૬ રવિવારના રોજ છે. યજ્ઞનું બીડું હોમવાનો સમય બપોરે ૧૨:૩૦ કલાકે રહેશે તો દરેક ધર્મપ્રેમી જનતાને અને માયભક્તોને આસો નવરાત્રીના દર્શન નો લાભ લેવા શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.


