આલ્ફા સ્કૂલના ૯૦૦ વિદ્યાર્થીઓએ જનરલ નોલેજ સ્પર્ધામાં ભાગ લીધો

આલ્ફા સ્કૂલના ૯૦૦ વિદ્યાર્થીઓએ જનરલ નોલેજ સ્પર્ધામાં ભાગ લીધો

જૂનાગઢ તા. ૯
આલ્ફા સ્કૂલના સંચાલકશ્રી જી.પી.કાઠીની યાદી જણાવે છે કે તારીખ ૮-૧૦-૨૬ને ગુરૂવારે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ ના ૯૦૦ વિદ્યાર્થીઓએ જનરલ નોલેજ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વર્ગવાઈઝ પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટીચર્સના હસ્તે પ્રમાણપત્રો અને પ્રોત્સાહિત ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનરલ નોલેજ સ્પર્ધાને સફળ બનાવવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ હંસાબેન પરમારે અને ગઢિયા ખુશ્બુબેને તથા સુપરવાઈઝર વાળા ખુબેને તથા કોટેચા ધ્રુવીબેને જહેમત ઉઠાવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને સહસંચાલક  ચેતનભાઈ કાઠીએ અભિનંદન પાઠવ્યા હતા.