ભારત AIમાં ભાગ્ય અને ભવિષ્ય જુએ છે : વડાપ્રધાન
AI કિસાનો માટે મદદગાર છે : સુંદર પિચાઈ AIનું ભવિષ્ય માત્ર કેટલાક દેશોના હાથમાં હોવું જાેઈએ નહીં : ગુટરેસ AI માત્ર મોટી કંપનીઓ સુધી મર્યાદિત રહેવું જાેઈએ નહીં, ભારત અને ફ્રાન્સ મળીને છૈંને આગળ લઈ જશે : મેક્રોન
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા "ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬"નો આજે ચોથો દિવસ છે. આજના સત્રમાં પોતાના ભાષણમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભવિષ્યની પેઢીઓ માટે યોગ્ય AI છોડવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું કે AIની ગતિ અને સ્કેલ અકલ્પનીય છે.
આપણે છૈંના ક્ષેત્રમાં મોટા સપના જોવા જોઈએ, પરંતુ જવાબદારી સાથે. આપણે આપણી ભાવિ પેઢીઓ માટે કેવા પ્રકારનું AI છોડીને જઈ રહ્યા છીએ તે ધ્યાનમાં રાખવું જોઈએ. અને હાલમાં આપણે AI સાથે શું કરી રહ્યા છીએ. આપણે ભૂતકાળમાં પરમાણુ વિનાશ જોયો છે, અને ઉકેલો પણ.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડિજિટલ કન્ટેન્ટ પર ઓથેંટિસિટી લેબલ હોવા જોઈએ, જેથી અસલી અને અને AI-જનરેટેડ કન્ટેન્ટ વચ્ચેનો ફરક જાણી શકાય. વધુમાં, બાળકોની સલામતી માટે AI સ્પેસને ચાઈલ્ડ સેફ બનાવવું જરૂરી છે.
મોદીએ કહ્યું- દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે: એક ઓવા લોકો જેઓ AIમાં ભય જુએ છે અને બીજા એવા લોકો જેઓ તેમાં ભાગ્ય જુએ છે. હું ગર્વથી કહું છું કે અમે ભય જોતા નથી. ભારત AIમાં ભાગ્ય જુએ છે, ભારત AIમાં ભવિષ્ય જુએ છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ભારત એઆઈનું નેચરલ હબ બની રહ્યું છે. એઆઈને સાચી દિશા દેવી એ જવાબદારી છે. વડાપ્રધાને કહ્યું કે, યુગ ભલે કોઈપણ રહ્યો હોય, પણ એથીકસ તેના કેન્દ્રમાં રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, એઆઈ ટ્રેનિંગ માટે ડેટા ફ્રેમવર્ક બનવું જાેઈએ. ભારત અત્યારે મોટા પગલા ઉઠાવી રહ્યું છે. એઆઈનો યોગ્ય ઉપયોગ માનવ ક્ષમતા વધારવા વાળો હોઈ શકે છે. ભારત વિશ્વનું સૌથી મોટું ટેકનોલોજીકલપુલ છે. વડાપ્રધાને માનવ વિઝનનો રોડમેપ રજુ કરવાની સાથે એઆઈને લોકતાંત્રિક કરવાનું આહવાન કર્યું હતું. ત્યારે આ સમીટમાં ભાગ લઈ રહેલા સુંદર પિચાઈએ કહ્યું કે, એઆઈ કિસાનો માટે મદદગાર છે. જયારે યુનોના સેક્રેટરી જનરલ ગુટરેસે કહ્યું કે, એઆઈનું ભવિષ્ય માત્ર કેટલાક દેશોના હાથમાં હોવું ન જાેઈએ અને આઈ સમાજની સુરક્ષા માટે હોવું જાેઈએ. જયારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે, એઆઈ ખાલી મોટી કંપનીઓ સુધી મર્યાદીત રહેવું જાેઈએ નહીં. ભારત અને ફ્રાન્સ મળીને એઆઈને આગળ લઈ જશે.


