આઈસીસી સામે પાકિસ્તાન ઘુંટણીયે : ભારત સામે મેચ રમશે

ભારત સામે રમવા માટે શરતો મુકનાર પાક. ક્રિકેટ બોર્ડની એકપણ માંગનો આઈસીસીએ સ્વીકાર કર્યો નહીં

આઈસીસી સામે પાકિસ્તાન ઘુંટણીયે : ભારત સામે મેચ રમશે

એજન્સી)   નવી દિલ્હી, તા.૧૦: 
ટી-૨૦ વર્લ્ડકપમાં આગામી ૧૫મી ફેબ્રુઆરીના ભારત સામેના મેચનો બહિષ્કાર કરવાનું એલાન કરનાર પાકિસ્તાન હવે ઘૂંટણીયે પડી ગયું છે. અને ભારત સામેનો મેચ રમવાની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટમાં કટ્ટર હરિફો સામ સામા ટકરાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે ્૨૦ વર્લ્ડ કપ મેચ નિર્ધારિત સમય મુજબ જ રમાશે. બાંગ્લાદેશ-શ્રીલંકા દ્વારા સમજાવ્યા બાદ પાકિસ્તાન સરકારે પોતાનો બહિષ્કારનો ર્નિણય પાછો ખેંચી લીધો છે, જેનાથી ટુર્નામેન્ટમાં ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાવાની છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલું નાટક સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ૈંઝ્રઝ્ર એ આ સમગ્ર ઘટનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે પાકિસ્તાનને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી.૧૫ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે ્૨૦ વર્લ્ડ કપ રમાશે. પાકિસ્તાન સરકારે સોમવારે રાત્રે તેના ઠ એકાઉન્ટ પર એક પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. પોસ્ટમાં જણાવાયું છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ફોન કરીને ભારત સામે મેચ રમવા માટે વિનંતી કરી હતી. વધુમાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઁઝ્રમ્) ને મેચ રમવાની ભલામણ કરી હતી. હકીકતમાં, પાકિસ્તાને ્૨૦ વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાના વિરોધમાં ૧ ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જોકે, તે ટુર્નામેન્ટની બાકીની મેચ રમવા માટે સંમત થયું હતું.