હવે લોકસભામાં શાસક અને વિપક્ષના મહિલા સાંસદો વચ્ચે ઘર્ષણ

હવે લોકસભામાં શાસક અને વિપક્ષના મહિલા સાંસદો વચ્ચે ઘર્ષણ

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૦
જનરલ નરવણેના પુસ્તક મુદે સરકાર-વિપક્ષની ટકકર લોકસભામાં ચાલું જ છે. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શારીરિક હુમલાની શકયતા હતી તેથી તેઓએ ગૃહમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો ન હતો તેવું જાહેર કરીને અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષના મહિલા સાંસદોને શંકાના ઘેરાવામાં મુકયા છે તો હવે ભાજપના મહિલા સાંસદોએ અધ્યક્ષને એક પત્ર લખીને વિપક્ષના મહિલા સાંસદો જેના પર વડાપ્રધાનની ખુરશી સુધી ધસી જવાનો આરોપ છે તેમની સામે પગલાની માંગ કરી છે.  અગાઉ વિપક્ષના ખાસ કરીને કોંગ્રેસના મહિલા સાંસદોએ તેમના પર જે રીતે અધ્યક્ષે આરોપો મુકયા તેને કમનસીબ તથા પક્ષપાતવાળા ગણાવ્યા હતા અને આ મુદે આક્રોશ દર્શાવ્યો હતો તો હવે ભાજપના મહિલા સાંસદો પણ મેદાનમાં આવ્યા છે.