સરકારના તમામ પેન્ડિંગ કામ પૂર્ણ કરો મંત્રીઓને વડાપ્રધાનનો સ્પષ્ટ આદેશ
(એજન્સી) નવી દિલ્હી, તા.22
પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની એક લાંબી અને મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠક નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાઈ અને લગભગ સાડા ચાર કલાક સુધી ચાલી હતી. બેઠકમાં પીએમ મોદીએ મંત્રીઓને સ્પષ્ટ મેસેજ આપ્યો કે સરકારના તમામ પેન્ડિંગ કામ ફટાફટ પૂરા કરવામાં આવે અને કામકાજમાં તેજી લાવો.
આ બેઠક સાંજના 5 વાગ્યાથી શરુ થઈ અને મોડી રાત સુધી ચાલી હતી. તેમાં તમામ મુખ્ય મંત્રાલયોના કામકાજની સમીક્ષા કરવામાં આવી. પીએમ મોદીએ અલગ અલગ વિભાગોના પ્રગતિ રિપોર્ટ લીધા અને જે ક્ષેત્રમાં મોડું થઈ રહ્યું છે, ત્યાં તરત સુધારાના નિર્દેશ આપ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે, સરકારની યોજનાઓનો ફાયદો સમય પર જનતા સુધી પહોંચવો જોઈએ. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સ્તર પર ઢીલ સ્વીકારી શકાશે નહીં અને દરેક મંત્રીને પોતાના વિભાગના કામોની નિયમિત દેખરેખ કરવી પડશે.
આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે વૈશ્વિક સ્તર પર આર્થિક અનિતિતા વધી રહી છે. પમિ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા છે. તેની સીધી અસર ભારત પર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, કેમ કે દેશ પોતાની 85 ટકા જરૂરિયાતનું આયાત પર ર્નિભર છે. તેલના ભાવમાં વધારાથી દેશમાં મોંઘવારી વધવાનો ખતરો પણ રહેલો છે. તેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને રોજિદી વસ્તુઓના ભાવ પર અસર પડી શકે છે.


