જર્મન ટેક્નોલોજીથી ૫ મિનિટમાં જ કેન્સરનું સ્કેનિંગ કેન્સરના દર્દીઓ માટેનું ૪૪ કરોડનું મશીન બન્યું વરદાનરૂપ, પહેલા જ વર્ષમાં અનેક લોકોએ સારવાર લીધી

જર્મન ટેક્નોલોજીથી ૫ મિનિટમાં જ કેન્સરનું સ્કેનિંગ કેન્સરના દર્દીઓ માટેનું ૪૪ કરોડનું મશીન બન્યું વરદાનરૂપ, પહેલા જ વર્ષમાં અનેક લોકોએ સારવાર લીધી

અમદાવાદ તા.૬
ન્યુક્લિયર મેડિસિન વિભાગને ૪૪ કરોડના ખર્ચે નવા મશીન સિદ્ધિ મળી હતી ત્યારે કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાનરૂપ સાબિત થયું હતું. જર્મન ટેક્નોલોજીથી દર્દીઓની સારવાર થઈ રહી છે. આ મશીન દ્વારા માત્ર ૫થી ૬ મિનિટમાં સ્કેનિંગ શક્ય બન્યું છે, જ્યારે અગાઉ આ પ્રક્રિયા માટે ૨૦ મિનિટથી વધુ સમય લાગતો હતો. આ મશીનનું લોકાર્પણ અગાઉ ૭ નવેમ્બર, ૨૦૨૫ના રોજ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. GCRIના ન્યુક્લિયર મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિતેશ સુથાર જણાવે છે કે, આ ‘વાઈડ બોર’ PET-CT મશીન કેન્સર કયા સ્ટેજ પર છે અને શરીરમાં કેટલું ફેલાયું છે, તે ખૂબ જ સચોટ રીતે બતાવે છે. ફક્ત એટલું જ નહીં, કીમોથેરાપી કે અન્ય સારવાર કેટલી અસરકારક છે તે પણ આ મશીન દ્વારા જાણી શકાય છે. 
સાથે-સાથે અહીં SPECT-CT મશીન પણ ઉપલબ્ધ છે, જે કિડની જેવા અંગોની કાર્યક્ષમતા તપાસવામાં ઉપયોગી છે.  ખાસ વાત એ છે કે, ખાનગી હોસ્પિટલોમાં જ્યાં આવા સ્કેન માટે ૧૫થી ૩૫ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ત્યાં GCRIમાં PMJAY યોજના હેઠળ આ સ્કેન સંપૂર્ણપણે મફત કરવામાં આવે છે. ઉપરાંત, PSMA અને DOTA NOC  જેવા એડવાન્સ ટ્રેસર્સ પણ અહીં ઉપલબ્ધ છે.ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં હવે માત્ર નિદાન જ નહીં પરંતુ, ટાર્ગેટેડ થેરાપી પણ આપવામાં આવે છે. રેડિયો આયોડિન થેરાપી ઉપરાંત ૨૦૨૪ બાદ Lutªium-PSMA અને Lutªium-DOTATOC જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ પણ શરૂ કરવામાં આવી છે. આંકડાઓ વિશે વાત કરીએ તો વર્ષ ૨૦૧૮માં જ્યાં કુલ તપાસ અને સારવારના ૪,૭૭૮ કેસ હતા ત્યાં વર્ષ ૨૦૨૫માં આ સંખ્યા વધીને ૧૫,૪૦૯ થઈ ગઈ છે. PET-CT સ્કેન, આઇસોટોપ થેરાપી અને નવી ટેકનોલોજી પ્રત્યે વધતા વિશ્વાસને આ આંકડા સ્પષ્ટ કરે છે. અગાઉ ૭ નવેમ્બર નેશનલ કેન્સર એવેરનેસ ડે પર અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં નવા મશીનરીનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે ૪૪ કરોડની PET CT અને SPECT CT મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ન્યુક્લિયર મેડિસિન વિભાગને ૪૪ કરોડના ખર્ચે નવા મશીન સિદ્ધિ મળી હતી. ત્યારે કેન્સરના પેશન્ટ માટે આ મશીન વરદાનરૂપ સાબિત થયું હતું. જર્મન ટેક્નોલોજીથી દર્દીઓની સારવાર થઈ રહી છે.