આદ્યશક્તિ માં અંબાજીના પાવન પર્વ આસો માસની નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ
માતાજીના મંદિરોમાં પુજન, આરતી, ગરબા, હવન સહિતનાં વિશેષ કાર્યક્રમો - માતાજીનાં દર્શને ભાવિકો ઉમટી પડશે
જૂનાગઢ તા.૧૦
આદ્યશક્તિ માં અંબાજીના પાવન પર્વ એવા આસો માસની નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે માતાજીનાં મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે અને નવરાત્રીનાં પાવન અવસરે માતાજીનાં મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડશે. અને દર્શનનો લાભ લેશે.
શક્તિની આરાધનાનાં પર્વ એવા આસો માસની નવરાત્રીનો આવતીકાલથી શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે માતાજીનાં મંદિરોમાં દર્શનાર્થે ભકતજનોની ભારે ભીડ જાેવા મળશે. ગિરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબાજીનાં મંદિરે નવરાત્રી દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ ગબ્બરધામ ખાતે બિરાજમાન અંબાજી માતાજીનાં મંદિર ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે. જયારે ભવનાથ તળેટી જવાનાં રસ્તા ઉપર આવેલાં સુપ્રસિધ્ધ વાઘેશ્વરી માતાજીનાં મંદિરે પણ નવરાત્રી દરમ્યાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ગાયત્રી માતાજીનાં મંદિરે પણ વિશેષ કાર્યકર્મો યોજાશે. આ ઉપરાંત દાણાપીઠમાં આવેલા મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.
જૂનાગઢ શહેરમાં કૃષિ યુનિવર્સીટી ખાતે આવેલા આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર ખાતે પણ વહેલી સવારથી જ પુજન-આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત ખામધ્રોળ ખાતે આવેલા આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર, ઉપરકોટ ખાતે આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે અને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર નજીક આવેલા રાજપરા ખાતે આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદીર તેમજ માટેલધામ ખાતે આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર તેમજ ગળધરા આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિર તેમજ કાગવડ ખાતે આવેલા આઈશ્રી ખોડીયાર માતાજીનાં મંદિરે પણ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ના ભવ્ય આયોજન થયા છે. અને પૂજન, આરતી, પ્રસાદ, ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે.
શ્રી કનકાઈ માતાજીનાં મંદિરે પણ નવરાત્રી દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત મોટા દડવા ખાતે આવેલ ભગવતી રાંદલ માતાજીનાં મંદિર તેમજ માણાવદર નજીક આવેલ રાંદલ માતાજીનાં મંદિરે પણ નવરાત્રી દરમ્યાન ભક્તિભાવપુર્વકનાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. મોણીયા ખાતે આવેલ આઈશ્રી નાગબાઈમાંનાં મંદિરે, મઢડા ખાતે આવેલ આઈશ્રી સોનલમાંના મંદિરે તેમજ રામપરા ખાતે આવેલ આઈશ્રી રૂપલધામ ખાતે આવેલ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં આવેલા ચામુંડા માતાજી મંદિર, આશાપુરા માતાજી મંદિર, મહાકાળી માતાજી મંદિર, મેલડી માતાજી મંદિર, બહુચરા માતાજી મંદિર, દશામા મંદિર સહિત જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આવેલા માતાજીનાં મંદિરો પણ નવરાત્રી દરમ્યાન અનેકવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીનાં મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. શક્તિની આરાધનાના પર્વ એવા આસો માસની નવરાત્રીનો આવતીકાલે પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વિવિધ સ્વરૂપે બિરાજતાં માતાજીના મંદીરોમાં પુજન, અર્ચન, આરતી, અનુષ્ઠાન, હવન, ગરબા સહિતનાં કાર્યક્રમોના ભવ્ય આયોજનો સાથે ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને નવરાત્રીના પ્રારંભ સાથે આવતીકાલે જૂનાગઢ શહેરમાં આવેલા માતાજીનાં મંદિરોમાં પણ સવારથી જ ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડશે. નવરાત્રી દરમ્યાન વિવિધ સ્વરૂપે બીરાજતા માતાજીનાં મંદિરોમાં વિશેષ પૂજા, આરતીનાં કાર્યક્રમો યોજવામાં અવશે.


