કેશોદ નજીક એમ્બ્યુલેન્સ ચાલકે ઓટો રીક્ષાને ઠોકર મારતા અકસ્માત : રીક્ષા ચાલકનું મોત
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧ર
કેશોદ નજીક મઘરવાડાના પાટીયા પાસે એમ્બ્યુલેન્સ ચાલકે ઓટો રીક્ષાને ઠોકર મારતા રીક્ષા ચાલકનું મોત નિપજયાનો બનાવ કેશોદ પોલીસ મથકે નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસ મથકે મોહીતભાઈ કિશોરભાઈ ભટ્ટએ એમ્બ્યુલેન્સ નં.GJ-11-TT-9509ના ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના પિતા કિશોરભાઈ મોરારજીભાઈ ભટ્ટ (ઉ.વ.૭૪) પોતાની ઓટો રીક્ષા નં.GJ-02-AU-3035વાળી લઈને કેશોદથી માણેકવાડા તરફ જતા હોય દરમ્યાન આરોપીએ પોતાના હવાલાવાળી એમ્બ્યુલેન્સ પુરપાટ ઝડપે અને બેફીકરાઈથી ચલાવી રીક્ષાને ઓવરટેક કરવા જતા રીક્ષાને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં કિશોરભાઈને ઈજાઓ થતા મોત નિપજયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


